Image Alt

GSRSA

રમતગમત ના ફાયદાઓ

રમતગમત ના ફાયદાઓ ઘણા બધા છે. બાળકોના શારીરિક વિકાસ તેમજ માનસિક વિકાસ માટે અત્યંત જરૂરી હોય છે .રમતગમત ક્ષેત્ર ઘણું વિશાળ છે. એમાં પણ સ્કેટિંગની વાત જ કંઈક અલગ છે. સ્કેટિંગ ઘણી બધી અલગ અલગ પ્રકારે કરી શકાય છે. એમાં પણ અલગ અલગ ભાગો હોય છે. સ્પીડ સ્કેટિંગ, આર્ટિસ્ટિક સ્કેટિંગ, સ્કેટબોર્ડ, ફ્રી સ્ટાઈલ, સ્કેટ હોકી વગેરે વગેરે જેવા પ્રકારે સ્કેટિંગની રમતો રમાતી હોય છે.

એમાં પણ સૌથી પ્રિય મારા બાળકોની રમત છે આર્ટિસ્ટિક સ્કેટિંગ ! સૌથી પહેલા મૂંઝવણ નો પ્રશ્ન એ હતો કે બાળકોને ડાન્સ ક્લાસમાં મોકલીએ ,બાળકોને સ્પીડમાં મોકલીએ કે બાળકો ને સ્પીડ રેસ કરવા મોકલીએ વગેરે વગેરે…. પણ એમાં પણ રમતગમતની વાત એક વિશેષ હોય છે.

સંગીતની મજાની સાથે ,આપણી જોમેટ્રી સાથે જોડાયેલી એવી એક રમત એટલે આર્ટિસ્ટ સ્કેટિંગ… લાઈનો હોય, સર્કલ હોય, એવા એવા એલિમેન્ટ હોય, સંગીતની સાથે એટલું બધું ટેકનીકલ વણાયેલું હોય કે જેમાં ફ્રી સ્કેટિંગ, સોલો ડાન્સ, ફિગર ,કપલ ડાન્સ , ઇન્લાઈન ફ્રી આ રીતે અલગ અલગ પ્રકારના ટેકનિકલ એલિમેન્ટ હોય . અનોખી વિશેષતા ધરાવતું આ આર્ટિસ્ટિક સ્કેટિંગ મારા બાળકોને ખૂબ પ્રિય છે.

એક એવા પ્રકારનું રમતગમત નો વિષય છે કે જેમાં બાળકોની ખૂબ ઊંડાણપૂર્વક રુચિ જોડાયેલી હોય છે. ટેકનિકલી અને ફિઝિકલી બાળક બંને રીતે સ્ટ્રોંગ બનતું હોય છે એની માનસિક વિચાર શક્તિ પણ વિશેષ રીતે ખિલતી હોય છે. ભણતરની સાથે ઘડતર પણ રમત ગમત જ પૂરું પાડતું આવ્યું છે.

સાચું ઘડતર જો બાળકને શીખવું હોય તો ખરેખર રમત ગમત સાથે જોડાયેલું બાળક એની જિંદગીમાં પણ ઘણી જ સારી પ્રગતિ કરી શકતું હોય છે. જીતવાની જીત હંમેશા હોય જ છે માતા પિતાને અને પોતાનો બાળક હંમેશા જીતવું જ જોઈએ એ આશા પણ હોય છે, પણ રમત એક એવી વસ્તુ છે કે જે બાળક ને હારતા પણ શીખવે છે. હસતા મોઢે પણ એ રમત ગમત નો બાળક એને પચાવી લેતો હોય છે. જિંદગીનો પણ એવો જ નિયમ હોય છે કે જીત હોય ને ક્યારેક હાર પણ હોય છે !! હાર ને જો પચાવતા આવડી જાય ને તો એ બાળક પોતાની જિંદગીમાં કોઈપણ ખૂણે પાછો નથી પડતો હોતો .

સ્કેટિંગ રમતમાં પણ આમ જ છે 0.1 માટે જ્યારે નેશનલ લેવલ માં હારો બાળક હસતા મોઠે વધારે જુસ્સાથી અને ફરી પાછા એ જ જોશની સાથે બીજા જ વર્ષે એનાથી પણ બમણી મહેનત સાથે જ્યારે પોતાનું સારામાં સારું પ્રદર્શન આપતા હોય ત્યારે એનું ઉમંગ કંઈક અલગ જ હોય છે.. આ મારા બાળકએ અનુભવેલી વાત છે.. મારી દીકરી અને દીકરો બંને જણાએ અનુભવેલી આ જ વાત સાથે એમના સ્કૂલ લાઈફમાં તેમના ફ્રેન્ડ્સમાં થોડું ઓછું વધતું રીઝલ્ટ કે કોઈ ઓછી વાત થતી હોય તો મન દુઃખ થતું હોય તો ક્યારેય નિરાશ નથી થતા .. આ કારણે એ લોકોની ઈમોશનલ હેલ્થ ખૂબ જ સારી રીતે સ્ટ્રોંગ બનતી રહે છે.

રમત ગમત સાથે જ્યારે બાળક એના નવરા સમય માં મોબાઈલ , કે કોઈ સોશિયલ મીડિયાની સાઈટ કે યુટ્યુબ માં નથી હોતો એના રમતના મેદાન પર હોય છે. બાળમાનસ ને સાચી પદ્ધતિથી જો ખીલવા દેવું હોય તો રમતગમત જરૂરી છે. એની ખુશી એના રમત સાથે જો જોડાયેલી હોય તો સંપૂર્ણ રીતે એને માતા પિતા એ સહયોગ અને સહકારની સાથે આગળ વધવા દેવું જોઈએ… માત્ર કોઈ બાળક ડોક્ટર ,એન્જિનિયર કે વકીલ બને એ પૂરતું નથી એની સાથે સાથે એક સારો રમતવીર પણ સાબિત થતો હોય છે . આર્ટિસ્ટિક સ્કેટિંગમાં મારા દીકરા દીકરીના મેડલ્સ, ટ્રોફી, હાર જીત સંપૂર્ણ રીતે એમના બાળપણ સાથે ખૂબ જ સારી રીતે વણાયેલી છે.

By Skater Aarchi shah & varun shah ‘ Mother
Chaitali Hiral Shah
( Gujarat ) Ahmedabad .